ચાલો ને મળીએ
(ધુંઆધારના ધોધ, જબલપુર પાસેથી વહી રહ્યાં છે શબ્દ...નવે.'૦૪)ચાલો ને મળીએ ‘હું’ ને ‘તું’ ની મધ્યના કો’ દેશમાં,
આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં.
અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.
કોઈ મને પાડે ફરજ ? ના-ના, કદી મુમકિન નથી,
હું જે કરું છું, જેમ છું – મારા જ બસ, આદેશમાં
સમજાયું અંતે તો મને કે તું જ સૌથી શ્રેષ્ઠ છે,
ભૂલી ગયો’તો મૂલ્ય હું કાયમના સંનિવેશમાં.
અલ્લાહની આગળ કયામત પર જઈશું શાનથી,
વાતો નથી મારામાં જે એ ક્યાં છે કો’ દરવેશમાં ?
હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
ડૉ.વિવેક મનહર ટેલર

6 Comments:
Doctor u write very well.Photos along with your ghazals itself specify the nature's beauty and Your words are beauty to nature itself.
"ચાલો ને મળીએ" તમને અને વૈશાલીબહેનને ચાલો ને મળીએ !
hey really impressed by ur job!!!!
tamare poems vache ne mane radvu to avi j jaye!!
anonymous said ma hu hathi siddhi
તમારા શબ્દોની જેમ ચિત્રો પણ ઘણા સુંદર હોય છે. તમારો ખજાનો મોટો છે! અમને તેમાં ભાગ આપીને તમે ખરેખર ગમતાંનો ગુલાલ કરો છો.
કવિતાની સાથે આમ તેની પાછળની વાત પણ આપતા રહેશો તો ઘણી મઝા આવશે.
અમૃતલાલ વેંગડની નર્મદા પરિક્રમાં વાચ્યા બાદ નર્મદાની વાત આવે તો આનંદ જ થાય છે. જીવનમાં ક્યારેક બેગપેક ભરાવીને "ભોમિયા વિના મારે ભમવા"ની જેમ રખડપટ્ટી કરવાની ઈચ્છા એમનુ પ્રવાસવર્ણન વાંચીને જાગી છે. એમના પુસ્તકમાં ધુંઆધારના ધોધનું સુંદર વર્ણન કરેલ છે. એ વાંચ્યા બાદ આજે તમે એની સુંદર છબિ અને સાથે સુંદર રચના સાથે રજૂ કરી છે તે માટે ખૂબ જ આભાર.
સિદ્ધાર્થ
Post a Comment
<< Home