Send As SMS

Thursday, December 29, 2005

મળતી રહે














શબ્દ ના રસ્તે મને મળતી રહે,
સ્વપ્ન ની અડફેટ માં ચડતી રહે.

હું અહલ્યા માં થી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.

તું પ્રણય ની હો પરી, શમણું હતું,
આદમી ને પણ કદી અડતી રહે.

છું સમય ની છીપ માં મોતી સમો,
સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.

હું સમય ની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો....
અંક માં રાખી મને વહતી રહે.

ડૉ. વિવેક મનહર ટેલર (એમ.ડી. મેડિસીન)
સુરત (ગુજરાત)

2 Comments:

At 1/07/2006 03:47:16 AM, narmad said...

આ બ્લોગ જોઈને ખૂબ આનંદ થયો. દર અઠવાડિયે નવી રચના મૂકવાનુ વચન જોઈને એનાથી પણ વધારે આનંદ થયો ! આ શરુઆત વટવૃક્ષ જેમ વિસ્તરે એવી શુભેચ્છાઓ !!

-ધવલ

 
At 6/26/2006 01:07:46 AM, Jayshree said...

છું સમય ની છીપ માં મોતી સમો,
સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.

I wish,

Tamara Shabdo Ni Aa Ameedhara,
Amane Jeevanbhar MaLatee Rahe.

 

Post a Comment

<< Home